માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ
પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેડ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબ્જાના વાહનના પાછળના ભાગે વાયોરાના ગુંચડા પડેલ હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પુછતા નહી હોવાની હકીકત જણાવેલ.
આરોપીઓ આ વાયરો માનકુવા ખાતેથી ચોરી કે છળપકટથી મેળવી ભુજ ખાતે વેચવા માટે જઈ રહ્યા હોઇ અને બાતમી મુજબના મુદામાલ સાથે મળી આવેલ હોય જેથી બન્ને ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ
પકડાયેલ આરોપીઓ :
- જુસબ સુલેમાન મોગલ ઉ.વ.૩૩ ધંધો-છુટક વાઇફાઇ કેબલનું કામ રહે. મોટાપીર
દરગાહની બાજુમાં સંજોગનગર તા.ભુજ
- નવસાદ અલાઉદ્દીન ભટ્ટી ઉવ.૨૧ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે. જકરીયા મસ્જીદની બાજુમાં ખાસરા ગ્રાઉન્ડ સંજોગનગર તા.ભુજ
કબ્જે કરેલ કુલ્લે મુદ્દામાલ (જેની કુલ્લે કિં.રૂ.૮૪,૦૦૦/-)
- કાળા કલરની બજાજની ઓટો રીક્ષા જેના રજી. નંબર જોતા GJ-12-BT- 1176 હોઇ જેની કી.રૂ. ૫૦,૦૦૦/-
વાયરોના ગુચડા જે આશરે ૨૦૦૦/- મીટર હોય જેની કિં.રૂ. ૩૦,૦૦૦/-
- મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૪૦૦૦/-
ડીટેક્ટ કરેલ ગુનો :
માનકુવા પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં.૦૩૮૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ
PSI એમ. એચ. શીણોલ સાહેબ તથા ASI નિલેશભાઈ ભટ્ટ. ASI અનિરુધ્ધસિંહ રાઠોડ તથા UHC ધર્મેદ્રભાઇ રાવલ, UHC શક્તિસિંહ ગઢવી, UHC જીવરાજભાઈ ગઢવીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી