લખપત તાલુકાના કોટડા મઢમાં 24 વર્ષીય યુવાનનો આપઘાત

faso
copy image

સૂત્રો દ્વારા જાની રહી છે કે, લખપત તાલુકાના કોટડા મઢમાં 24 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવ આપી દીધો હતો.આ યુવાન ગત દિવસે સાંજે પોતાના ઘરે હાજર હતો તે દરમ્યાન તેને ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત તાલુકાના કોટડા મઢ ખાતે રહેતા 24 વર્ષીય યુવાન રાયમા સલીમ ઉમરે તેમની પત્ની પિયરે જતી રહેતાં તેના વિયોગમાં કે અન્ય કોઇ અગમ્ય કારણોસર ગત દિવસે સાંજના સમયે પોતાનાં ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો.બનાવની જાણ થતાં આ યુવાનને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં, ફરજ પરના તબીબે તેને મરુત જાહેર કર્યો હતો.