ભરૂચના શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો આઠમો પાટોત્સવ ઉજવાયો

  આજરોજ ભરૂચના લિંક રોડ ખાતે આવેલા શ્રી ભૃગૂપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાનો આઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સવારના ૭:૩૦ કલાકે આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ કેક કાપવામાં આવી હતી.ત્યારબાદ બપોરના ૩:૦૦ કલાકે માતાજીનો હવન અને સાંજના ૫:૦૦ કલાકે હવનમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.ત્યારબાદ સાંજના ૫:૩૦ કલાકે માતાજીની મહાઆરતી અને સાંજના ૬ કલાકે મહાપ્રસાદી આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને માતાજીનું પૂજન, અર્ચન, દર્શન, હવન, આરતી અને મહાપ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.