“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી. રબારી સાહેનાઓએ પશ્ચિમ કચ્છ- ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનકુમાર જોષી, મહીપાલસિંહ પુરોહીત તથા શક્તિસિંહ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ પુરોહીત તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મનોજસિંહ ઉર્ફે પપુ ભાસકરસિંહ રાજપુત રહે. રેલ્વે કોલોની રેલ્વે સ્ટેશન પાસે, ભુજ વાળો મુંબઈ થી ટ્રેન મારફતે મોટી ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો લાવેલ છે અને તેના મળતીયા આરીફ ચોહાણ સાથે મળી આ જથ્થાને સગેવગે કરવાની ફીરાકમાં છે અને તે બન્ને હાલે ક્લીક હોટલની પાસે રોડ પર ઉભેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે તમામ મુદ્દામાલ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
** કબ્જે કરેલ મુદ્દામાલ
- ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની તથા ૧ લીટરની કુલ્લે બોટલો નંગ-૯૦ કી.રૂા. ૫૭,૯૮૩/-
- મોબાઇલ ફોન નંગ ૦૧ કી.રૂ. ૫૦૦૦/-
- હાજર મળી આવેલ ઇસમ
- આરીફ ઓસમાણ ચોહાણ ઉ.વ. ૨૪ ધંધો મજુરી રહે બાપા દયાળુનગર દાદુપીર રોડ ભુજ
- હાજર નહી મળી આવેલ ઇસમ
►મનોજસિંહ ઉર્ફે પપ્પુ ભાસકરસિંહ રાજપુત
- નાજીરખાન પઠાણ રહે ભીડનાકા પાસે ભુજ