નેત્રાંમાં રહેતા 81 વર્ષીય વૃદ્ધ પર દબાણકર્તાઓનો ત્રાસ
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, નેત્રા ખાતે વર્ષોથી રહેતા કરતા રતિલાલ વેલજી સુથારને જમીન દબાણ માફિયાના ત્રાસથી હિજરત કરવાની ફરજ પડી છે અને વારંવાર પ્રશાસનમાં રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ આવેલ નથી. જાણવા મળી રહ્યું છે કે, 81 વર્ષીય વયોવૃદ્ધે સ્થાનિક મામલતદાર કચેરીથી લઇ સ્વાગત કાર્યક્રમ સુધી રજૂઆતો કરવા છતાં પણ દબાણકર્તાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. ઉપરાંત પોતાને ત્રાસ મળતાં નલિયા જવું પડયું હોવાનું પણ સામે આવેલ હતું. ગામના સરપંચ દ્વારા દબાણ કરી ત્રણ લાખમાં પ્લોટ અને ડેલો વેચી નાખવાનો નામોલ્લેખ સહિત આક્ષેપ કર્યો છે. સર્વે નં. 394 ટાવર્સ પૈકીમાં 60 મકાન દબાણમાં છે. આ તમામ બાબતે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવે ન હતી. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર સામે તપાસ કરવા પણ પત્રમાં માંગ કરાઇ છે. દબાણ કરી બોગસ વેચાણ કરતા દબાણકર્તા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.