ભુજના બિસ્માર રસ્તાઓથી અહીના રહેવાસીઓ ત્રસ્ત

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહયું છે કે, ઘણા લાંબા સમયથી ભુજના બિસ્માર રસ્તાઓથી અહીના રહેવાસીઓ ત્રસ્ત બની ચૂક્યા છે. ત્યારે આ સત્વરે રસ્તાઓની મરંમત કરાવવામાં આવે તેવી લોક માંગ ઊઠી હતી. જાણવા મળી રહ્યું છે કે, દ્વિધામેશ્વર મંદિરથી ઉમેદનગર જવાનો રસ્તો તથા રામધૂનથી વિજયરાજજી લાયબ્રેરીવાળા રસ્તામાં નાના-મોટા ખાડા અને પથ્થર જેવા કાંકરા પાથરેલા હોતાં આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીના કૃષ્ણાજી પુલ પરથી પસાર થતા ભારે વાહનોને કારણે સર્જાતો વન-વે જેવો ટ્રાફિક પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરે છે. પ્રાપ્ત વિગતો મુજબ  રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે વહેલી તકે આ રસ્તાઓની મરમ્મત કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.