આંગણવાડી કેન્દ્રોના બાંધકામ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને આઈ.સી.ડી.એસ. ટીમનું સન્માન

1

કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તથા આઈ.સી.ડી.એસ. ટીમ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આંગણવાડી કેન્દ્રોના બાંધકામ ક્ષેત્રે
નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીની પ્રશંસા કરતાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રશંસા
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

કચ્છ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન, સતત દેખરેખ અને સંકલનથી આંગણવાડી કેન્દ્રોના
મકાન બાંધકામની કામગીરીને કામગીરીને વેગ મળ્યો હતો. તેમના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ.,
જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા
કરવામાં આવેલા સંકલિત પ્રયાસોના પરિણામે છેલ્લા એક વર્ષ માં કુલ:૫૪ આંગણવાડી કેન્દ્રોનું નવીન બાંધકામ પૂર્ણ થયેલ છે
તેમજ કુલ:૧૫૬ કેન્દ્રોનું બાંધકામ વિવિધ યોજના અંતર્ગત આયોજનમાં લેવાયેલ છે જ્યારે કુલ:૨૦૯ જેટલા આંગણવાડીમાં
નવીનીકરણ તેમજ અપગ્રેડેશન કામગીરી, ૧૨૪ જેટલા આંગણવાડીમાં શૌચાલય બાંધકામ તેમજ ૧૩૫૨ જેટલા
આંગણવાડીમાં નાનું-મોટું સ્મારકામ થકી આંગણવાડી કેન્દ્રોમાં બાળકો અને લાભાર્થીઓ માટેની માનવમૈત્રી સુવિધાઓને વધુ
સુદૃઢ બનાવવામાં નોંધપાત્ર કામગીરી થઈ છે. આ કામગીરી દ્વારા આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાસભર અને બાળમૈત્રી પૂર્ણ
બનાવવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના દૂરંદેશી માર્ગદર્શન અને પરિણામલક્ષી અભિગમ, તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી,આઈ.સી.ડી.એસ.
ટીમની મહેનત અને સમર્પણથી આંગણવાડી બાંધકામના કામોને વેગ મળ્યો છે ત્યારે આ નોંધપાત્ર કામગીરી બદલ કચ્છ જિલ્લા
વહીવટીતંત્ર અને આઈ.સી.ડી.એસ. ટીમને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરી તેમની કામગીરીને રાજ્ય કક્ષાએ બિરદાવતા માન.
મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ના અધ્યક્ષ સ્થાને, માન. સચિવ વ કમિશનર સાહેબશ્રી મહિલા અને બાળ વિકાસ
વિભાગ, માન. કમિશનર સાહેબશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ, માન સચિવ સાહેબશ્રી ( માર્ગ અને મકાન)R&B
વિભાગ ની ઉપસ્થિતિમા કચ્છ જિલ્લા વહીવટીતંત્ર તથા આઈ.સી.ડી.એસ. ટીમને પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરી રાજ્ય
કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.