ગાંધીધામમા સ્કોર્પિયો ગાડીના ચાલકે આગળ જતી કારમાં અથડાવી અકસ્માત સર્જતા ફરિયાદ
ગાંધીધામના ઓમ સિનેમા નજીક સ્કોર્પિયો કારના ચાલકે આગળ જતી કારમાં અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે સુભાષનગરમાં રહેતા હર્ષદભાઇ રતનશીભાઇ સોરઠીયા દ્વારા સ્કોર્પિયો ગાડીના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા .9/10 ના રાત્રે એક થી દોઢ વાગ્યાના અરસામાં આ અકસ્માતની ઘટના બની હતી જેમાં ફરિયાદી તેમની પત્ની રોશનીબેન, 11 વર્ષનો પુત્ર અને 1 વર્ષની દિકરી સાથે કારમાં ગરબી જોઈ જમવા જઈ રહ્યા હતા.તે દરમ્યાન તેઓ ઓમ સિનેમા પાસેના સર્કલ પર પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપૂપાટ જઇ રહેલા સ્કોર્પિયો કારના ચાલકે તેમની કારમાં અથડાવતાં તેમને જમણા હાથના અંગુઠામાં, તો તેમની પત્નીને માથામાં પાછળના ભાગે ઇજા થઇ હતી તો 1 વર્ષીય દીકરી નીચે પડી ગઇ હતી. અકસ્માત કરનાર ચાલક નાસવા જઈ રહ્યો હતો પણ ટ્રાફિકના કારણે ભાગી ન શક્યો, ફરિયાદી તેની પાસે ગયા તો તે ઝઘડો શરૂ કરી દીધો હતો, બાદમાં પોલીસ પહોંચી હતી અને અકસ્માત સર્જનાર ચાલક સાથે સમાધાન કરી નુકનુશાની પેટે રૂ.40 હજાર આપવાની વાત કરી હતી પરંતુ ત્યારબાદ સરખા જવાબ ન આપી ફોન ઉપાડવાનું બંધ કરતાં તેમણે અકસ્માત કરનાર સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. આ મામલે પોલીસે સ્કોર્પિયો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.