ગેસ એજન્સીના સંચાલકોની જામીન અરજી રદ

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગેસ એજન્સીના સંચાલકોએ રૂા. 2,29,00,000ની લોન લઇ તેમાંથી રૂા. 30 લાખ ઉપાડી લેવાના કેસમાં કોર્ટ દ્વારા બંને આરોપીના જામીન નકારી દેવામાં આવેલ હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરમાં નવનીત ગેસ એજન્સીના સંચાલક તથા અન્ય  શખ્સ વિરુદ્ધ અવિનાશ હરગોવિંદ આચાર્ય દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપીઓએ ડિજિટલ સહી કરી એચ.ડી.એફ.સી. બેંકમાંથી વર્કીંગ કેપિટલ  લિમિટ રૂા. 2.29 કરોડની લોન પાસ કરાવી હતી અને બાદમાં તેમાંથી રૂા. 30 લાખ ઉપાડી લીધા હતા. બનાવમાં અંતે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, બંનેએ  અધિક સેશન્સ જજની કોર્ટમાં જામીન  મેળવવા કરેલ અરજી કોર્ટે નકારી હતી.