આમોદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલ છેલ્લા અઢાર (૧૮) વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસતા-ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાના આધારે ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાનાઓએ એલ.સી.બી.ના અધિકારીઓને ભરૂચ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હતું. જેના આધારે પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચની ટીમ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમીદારથી ખાનગી બાતમી મળેલ કે, “ભરૂચ જિલ્લાના નાસતા-ફરતા આરોપીના લીસ્ટમાં સામેલ આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબના ગુનાનો નાસતો-ફરતો આરોપી અરવિંદ ઉર્ફે કલ્લુ જબુ ગૌતમ રહે. શાંતીનગર, અંકલેશ્વર, જી.ભરૂચ નાનો સુરત જીલ્લાના કીમ ચોકડી (પાલોડ) ખાતે આવેલ કોહીનુર એપાર્ટમેન્ટ ખાતે પોલીસ ધડપકડથી બચવા માટે મુસ્લીમ નામ કલ્લુ કુરેશી રાખી રહે છે અને હાલ તે કીમ ચોકડી પાસે આવેલ દાલ મીલ પાસે હાજર છે જેને શરીરે કાળા સફેદ કલરની ડીઝાઈન વાળો આખી બાયનો શર્ટ તથા કમરે કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે” જેવી બાતમીના આધારે આમોદ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા અઢાર (૧૮) વર્ષથી નાસતો-ફરતો ભરૂચ જિલ્લાના નાસતા-ફરતા આરોપીઓની યાદીમાં સામેલ આરોપી અરવિંદ ઉર્ફે કલ્લુ ઉર્ફે કુરેશી જબુ ગૌતમ હાલ રહે.મ.નં.૨૦૪ કોહીનુર એપાર્ટમેન્ટ, પાલોદ ચોક્ડી, તા.માંગરોલ, જી.સુરત. મુળ રહે. ડીમ્બીયાપુર ગામ, તા.ભાગંગર, જી.ઓરૈયા (યુ.પી)નાને સુરત જીલ્લાના પાલોડ (કિમ ચોકડી) ખાતે આવેલ
દાલમીલ પાસેથી પકડી લઇ બી.એન.એસ.એસ. એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

અરવિંદ ઉર્ફે કલ્લુ ઉર્ફે કુરેશી જબુ ગૌતમ, હાલ રહે.મ.નં.૨૦૪, કોહીનુર એપાર્ટમેન્ટ,પાલોદ ચોકડી, તા.માંગરોલ, જી.સુરત, મુળ રહે. ડીમ્બીયાપુર ગામ, તા.ભાગંગર, જી.ઓરૈયા (યુ.પી).