પીએમશ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નં.૬ ના વિદ્યાર્થીએ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર -૨૦૨૬ માં પૂર્વ કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું .

ભવિષ્યના સંશોધકો અને વૈજ્ઞાનિકો બનવા માટે પ્રેરિત કરવા હેતુસર નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ, સંસ્ક્રુતિ મંત્રાલય, ભારત સરકાર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી – ગુજકોસ્ટ, રિજનલ સાયન્સ સેન્ટર ભુજ અને કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજ અને કચ્છ લોકસભાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કચ્છ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ સેમિનાર માં થીમ “ભારત બાસ્કેટ ઉર્જા -૨૦૪૭” વિષય પર શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી તરુણકુમાર શાહના માર્ગદર્શન હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના જન્મદિન અવસર પર દેશને આવનાર વર્ષ ૨૦૪૭ માં દેશની આઝાદી ને ૧૦૦ વર્ષ પૂરા થતાં હોવાથી દેશને ઉર્જાથી સક્ષમ બનાવી ઊર્જાવાન ભારત બનાવવા પર પુન: પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરી ઊર્જાવાન શસ્ક્ત ભારતના નિર્માણ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું. પૂર્વ કચ્છ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી એક માત્ર સરકારી પીએમ શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નં.૬ ના વિદ્યાર્થી એ પીપીટી પ્રેઝન્ટેશન રજૂ કર્યું. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની જાગૃતિ વધે અને વિજ્ઞાન ક્ષેત્રે ઉન્નતિ મેળવી માનવસમાજના કલ્યાણ માટે કાર્યરત રહે તેવી અભ્યર્થના કચ્છ લોકસભા સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. માનનીય વડાપ્રધાનશ્રી મોદીજીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લા સાંસદ શ્રી વિનોદચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજી વરચંદ, વૈજ્ઞાનિક શ્રી જે.જે.રાવલ સાહેબ, રિજનલ સાયન્સ સેન્ટર, ભુજ નિયામક શ્રી વીરલભાઈ અને નિર્ણાયક પ્રોફેસર અને શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. નેશનલ સાયન્સ સેમિનારમાં ભાગ લીધેલ બાળ વૈજ્ઞાનિક અને માર્ગદર્શક શિક્ષકશ્રી ઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક ડૉ.જે.જે.રાવલ સાહેબશ્રીના વરદ હસ્તે બાળ વૈજ્ઞાનિક યુગ રમેશભાઈ હડિયા અને માર્ગદર્શક શિક્ષકશ્રી તરુણકુમાર શાહને પ્રમાણપત્ર અને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો – ઓર્ડીનેટર શ્રી પ્રવીણભાઈ મહેશ્વરી, શ્રી તુષાર હાથી અને તેમની ટીમ તથા રિજનલ સાયન્સ સેન્ટરની ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી હતી.