વાયરના ચોરીનો વણશોધાયેલ ગુન્હાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી માનકુવા પોલીસ

સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓની સુચના અને માર્ગદર્શન આધારે મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના કરેલ હોઇ જે અન્વયે શ્રી ડી.એન.વસાવા પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓએ મિલ્કત સંબંધી બનતા ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ તે દરમ્યાન માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ-એ-ગુરનં.૫૫૮/૨૦૨૪

બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગત તા.૧૯/૧૦/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ હોય જેમાં બાઉખા, કુવાથડા તથા ભખરીયા ગામની સીમમાં ગ્રીન ઇન્ફ્રા વિન્ડ એનર્જી લીમી. કંપનીના ૨૨૦ કે.વી. લાઇનના ટાવરમાંથી એલ્યુમીનીયમ વિજ કેબલ વાયર ચોરી થયેલ હોય જે ગુનાનો ભેદ ઉકેલવા પો. ઇન્સ. શ્રી. ડી.એન.વસાવા નાઓએ માનકુવા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તેઓને જરૂરી માર્ગદર્શન આપી હ્યુમન સોર્સીસ તથા ટેકટનીકલ સર્વેલન્સથી ગુનાનું ડીટેકશન કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંહ રાણા તથા પો. હેડ કોન્સ. મયુરસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે કુલ-૦૮ આરોપીઓને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમ-

(૧) જાનમામદ ઉર્ફે જાની જુમ્મા મેર ઉ.વ.૨૩ રહે.કમાગુના તા.ભુજ

(૨) અયુબ કાસમ મમણ ઉ.વ.૨૭ રહે.નાના વરનોરા તા.ભુજ

(૩) રમજાન ઉર્ફે પતુ ઉમર મમણ ઉ.વ.૨૭. રહે.નાના વારનોરા તા.ભુજઅ

(૪) રજાક તમાચી મેર ઉવ.૨૬ રહે. કમાગુના તા. ભુજ

(૫) બિસર કાસમ કારા થેબા ઉવ.૩૦ રહે. નાના જદુરા તા.ભુજ

(૬) રજાક ઇભલા ત્રાયા ઉવ.૩૨ ધંધો-મજુરી રહે.ભુજ આત્મારામ સર્કલ, જુના રેલ્વે સ્ટેશન પાસે, ભુજ. મુળ રહે. ગામ-કમાગુના તા.જી.ભુજ

(૭) ઇબ્રાહીમ ઇભલા ત્રાયા ઉવ.૨૮ ધંધો-મજુરી રહે. કમાગુના તા.જી.ભુજ

(૮) રીયાઝ જુશબભાઇ ત્રાયા ઉવ.૧૮ વર્ષ પ મહીના રહે.કમાગુના તા.જી.ભુજ

પકડવાના બાકી આરોપીઓઃ-

(૯) રફિક ઉર્ફે સના અબ્દુલ સના રહે. હાલે-ભુજ મુળ રહેવાસી-કમાગુના તા.ભુજ

(૧૦) હનીફ અબ્દુલા સના રહે.કમાગુનાં તા.ભુજ

(૧૧) અનવર અબ્દુલ સના રહે.કમાગુનાં તા.ભુજ

(૧૨) ઉમર ઉર્ફે ઉમ્લો સુલેમાન મોખા રહે. ભુજ

(૧૩) સોકત ભરકતઅલી પઠાણ રહે.ભુજ

કબ્જે કરેલ મુદામાલઃ-

(૧) એલ્યુમીનીયમ વીજ કેબલ વાયર આશરે ૫૬૦ કી.ગ્રા. કીં.રૂ.૧,૧૨,૦૦૦/-

(૨) બોલેરો પીક-અપ કાર રજી.નં.જી.જે.૦૮ એ.યુ.૯૮૫૮ કીં.રૂ.૫,૦૦,૦૦૦/-

(૩) મોટર સાયકલ રજી. નં.જી.જે.૧૨ સી.એલ. ૯૪૩૫ કીં.રૂ.૩૦,૦૦૦/-

(૩) મોબાઇલ ફોન નંગ-૦૪ કી.રૂ.૨૦,૦૦૦/-

એમ કુલ્લે કિં.રૂા.૬,૬૨,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એન.વસાવા તથા પો. સબ ઇન્સ. શ્રી. એ.એન.ઘાસુરા તથા એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ અસારી, ઉપેન્દ્રસિંહ રાણા તથા પો. હેડ કોન્સ. મહેશભાઇ વાળા, હેમલભાઇ ચૌધરી, અલ્કેશભાઇ કરમટા, મયુરસિંહ ઝાલા, બાબુભાઇ પરમાર, તથા પો. કોન્સ. ભુપેન્દ્રસિંહ ઝાલા, શંભુભાઇ આહીર, પ્રવિણભાઇ મકવાણા તથા ડ્રા.હેડ.કોન્સ. વિજયભાઇ ખાંટ, આશીષભાઇ કરમટા, કીશોરસિંહ સોઢા તથા જી.આર.ડી. સભ્ય મહેશ ભટ્ટનાઓ જોડાયેલ હતા.