અપહરણ ગુના કામે ભોગ બનનારને ગણતરીના દિવસોમા શોધી કાઢતી ગાગોદર પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓએ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી ચુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે

ગઈ તારીખ ૧૭/૧૦/૨૦૨૪ ના રોજ ગાગોદર પોલીસ સ્ટેશનમા ગુ.૨.નં. ૧૧૯૯૩૦૧૭૨૪૦૨૬૪/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૧૩૭(૨) મુજબનો ગુનો કલાક ૧૮/૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુના કામે ભોગબનનાર સગીર વયનો બાળક તથા તુલશીભાઈ નાગજીભાઈ કોલી ઉંમર ૧૮ વર્ષ ૦૪ માસ રહે.રામપ૨વાંઢ તા.૨ા૫ર કચ્છ વાળાઓનુ ગાગોદર નેશનલ હાઈવે રોડ પર આવેલ નવરંગ હોટલની બાજુમાથી કોઈ અજાણ્યા ઈસમે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલાનુ જણાઈ આવતા સગીરવયના દિકરાના પિતાજીએ ઉપરોક્ત ગુનો દાખલ કરાવેલ જે ગુના કામે ભોગબનનારને શોધી કાઢવા સારૂ ગાગોદર પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પ્રતયત્ન શીલ હતા તે દરમ્યાન ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ અજીતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે આ ગુના કામે ભોગબનનાર સગીર વયનો બાળક તથા તુલશીભાઈ નાગજીભાઈ કોલી રહે.રામપરવાંઢ તા.રાપર કચ્છ વાળાઓ ગાંધીધામ બસ સ્ટેશનની પાસે જોવામા આવેલ તેવી બાતમી હકિકત આધારે ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની એક ટીમ તાત્કાલીક ગાગોદર પોલીસ સ્ટેશન થી રવાના થઇ બાતમી હકિકત વાળી જગ્યા ગાંધીધામ બસ સ્ટેશન પાસેથી ભોગબનનારોને શોધી કાઢી પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેમનુ કોઇએ અપહરણ કરેલ નથી કે તેમની સાથે કોઈ અજુગતો બનાવ બનેલ નથી ભોગબનનાર સગીર વયનો બાળક તથા તુલશીભાઈ મજુરી કરવા સારૂ તેઓની મરજીથી નીકળી ગયેલ હતા આમ ઉપરોક્ત અડિટેક્ટ અપહરણના ગુનાને ગણતરીના દિવસોમા ડિટેક્ટ કરી ભોગબનનાર ને શોધી કાઢી ભોગબનનાર મળી આવતા જરૂરી કાર્યવાહી કરી તેના વાલી વારસને રૂબરૂમા સુપ્રત કરેલ છે.

મળી આવેલ ભોગબનનાર :

(૧) ભોગબનનાર સગીર વયનો બાળક

(૨) તુલશીભાઈ નાગજીભાઈ કોલી ઉંમર ૧૮ વર્ષ ૦૪ માસ રહે.રામપરવાંઢ તા. રાપર કચ્છ

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ.શેંગલ તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે