ગાંધીધામમાથી રૂ.15000ની રોકડ સાથે નવ પત્તાપ્રેમીઓ ઝડપાયા
copy image

ગાંધીધામમાથી રૂ.15000ની રોકડ સાથે નવ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ કાર્ગો પી.એસ.એલ. વિસ્તારમાં જાહેરમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમતા નવ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, ગાંધીધામ શહેરના આ વિસ્તારમાં અમુક લોકો જાહેરમાં રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે દરમ્યાન પોલીસ ત્રાટકી હતી અને તમામ ખેલીઓને રંગે હાથ પકડી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રૂા. 15,500 તથા તમામ મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.