ખાવડામાં ભાડે રહેતા 32 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

ખાવડામાં ભાડે રહેતા 32 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડામાં ભાડે રહેતા મૂળ પશ્ચિમ બંગાળના 32 વર્ષીય યુવાન સુબ્રત શુદ્ધમય મંડલ સવારના અરસામાં કોઇ ભાડે રાખેલા ખાવડાના મકાનમાં લોખંડના એંગલમાં ગમછા વડે ગળેફાંસો અગમ્ય કારણોસર ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેમને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.