ચાવજ ગામ ખાતે એક આઇશર ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ

આગામી દીવાળીના તહેવાર અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અંતર્ગત અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા માટે તા-૨૧/૧૦/૨૦૨૪ થી તા-૩૦/૧૦/૨૦૨૪ દરમ્યાન સ્પેશ્યલ પ્રોહિબીશન ડ્રાઇવ આપેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ ભરુચ વિભાગ ભરૂચનાઓએ અસરકારક કામગીરી કરવા આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સપેક્ટર વી.આર ભરવાડ ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓ દ્રારા ઉપરોક્ત સુચનાઓ બાબતે દિવાળીના તહેવાર અનુસંધાને પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન બુટલેગરો ઉપર વધુ કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, દરમ્યાન પો.ઇન્સ. વી.આર.ભરવાડનાઓ નાઇટ પેટ્રોલીંગમાં હતા તે સમયે તેઓને બાતમી મળેલ કે, નરેશ કહાર નામનો બુટલેગર તેના સાગરીતો સાથે મળી બંધ બોડીના આઇશર ગાડીમાં ઇંગ્લિશ દારૂ મંગાવી ચાવજ ગામે આવેલ વૃંદાવન વીલા સોસાયટીની આસપાસ કટીંગ કરનાર છે. જેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી રેઇડ કરતા નીચેની વિગતે મુદામાલ કબ્જે કરી મુદામાલ સાથે પકડાયેલ બે આરોપીઓ તેમજ પ્રોહીબીશનનો જથ્થો મોકલનાર અને મંગાવનાર તેમજ આઇશર ગાડીના ડ્રાઇવર વિરૂધ્ધમાં પ્રોહિબીશન એકટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ધર્મેશ મનહરભાઇ ઠાકોર, રહે. ખત્રીવાડ બરાનપુરા, ભરૂચ, તા.જી. ભરૂચ.
(૨) અભીષેક ઉર્ફે અભુ ભરતભાઇ કહાર, રહે.લોઢવાડનો ટેકરો, દાંડીયા બજાર, ભરૂચ, તા.જી ભરૂચ.
વોન્ટેડ આરોપી
(૧) નરેશભાઇ કીશનભાઇ કહાર, રહે.લોઢવાડનો ટેકરો, દાંડીયા બજાર, ભરૂચ, તા.જી ભરૂચ.
(૨) આઇશર કંટેનર નં. GJ 15 AT 1182 નો ડ્રાઇવર શંકર જેનું પૂરું નામ-સરનામું જણાયેલ નથી.
(૩) છગનસિંહ રહે. સેલવાસ, મુળ રહે.રાજસ્થાન, જેનું પૂરું નામ-સરનામું જણાયેલ નથી.
કબ્જે કરેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ બોક્ષ નંગ-૮૦ જેમાં નાની-મોટી બોટલ નંગ-૩૯૬૦ જેની કિમત રૂ. ૬,૬૪,૪૪૦/-
(૨)બીયર ટીન નંગ-૯૬૦ જેની કિંમત રૂ.૧,૩૬,૩૨૦/-.
(3) એક આઇશર કંટેનર જેનો રજી.નં. GJ 15 AT 1182 જેની કિમત રૂ-૧૦,૦૦,૦૦૦/-.
(૪) એક છોટા હાથી ટેમ્પો જેનો રજી. નં. GJ 16 AU 4880 જેની કિંમત રૂ-૨,૫૦,૦૦૦/-.
(૫)એક મરૂન કલરની એકટીવા જેનો રજી. નં GJ 16 DH 0648 જેની કિંમત રૂ.૫૦,૦૦૦/-.
(૬)વીવો કંપનીના મોબાઇલ નંગ ૦૨ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦/-
(૭) એક એપલ કંપનીનો આઇફોન જેની કીંમત રૂ. ૭૫,૦૦૦/-
મળી કુલ કિંમત રૂપીયા ૨૧,૯૫,૭૬૦/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે.