ભરૂચના પાંચબત્તી ખાતેની ગણેશ મોબાઇલના મોબાઇલના વેપારી સાથે જય જલારામ સેવા ટ્રસ્ટના નામે 2.35 લાખની ઠગાઇ

ભરૂચની નવીવસાહતમાં રહેતા ધર્મેશ અશોક મોદી પાંચબત્તી પાસે આવેલા પ્રમુખસ્વામી કોમ્પ્લેક્ષમાં ગણેશ મોબાઇલ નામની દુકાન ધરાવે છે. વર્ષ 2023માં જાન્યુઆરી મહિનામાં તેમની દુકાન પર હસમુખ સાંવલિયા (રહે. પટેલ ફળિયું, નવા દિવા ગામ, અંક્લેશ્વર) આવ્યાં હતાં.
 તેઓએ પોતે પાંચબત્તી ખાતેના જી. ટ્રેડ સેન્ટરમાં જય જલારામ સેવા ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ ચલાવતાં હોવાનું જણાવ્યું હતું. તેમજ ટ્રસ્ટના સંચાલત માટે મોબાઇલની જરૂરિયાત હોવાનું જણાવી તેમની પાસેથી પહેલાં જૂન 2023માં 3 મોબાઇલ સેકન્ડમાં 30 હજારમાં લીધાં હતાં અને તેના 30 હજાર રૂપિયા ચૂકવી દીધાં હતાં.જે બાદ તબક્કાવાર રીતે એક-બે કરીને બીજા 7 મોબાઇલ લઇ ગયાં હતાં. એમ તેમણે દુકાનમાંથી કુલ 2.75 લાખની મત્તાના કુલ 10 મોબાઇલ ખરીદી કર્યાં હતાં.
જે પૈકીના તેમણે માત્ર 30 હજાર ચૂકવ્યાં હતાં. જ્યારે બાકીના મોબાઇલના રૂપિયા બાદમાં ચુકવવાનું જણાવ્યું હતું. ધર્મેશ મોદીએ બાકી પડતાં 2.35 લાખ ચુકવવા માટે હસમુખ સાંવલિયાને જણાવતાં તેઓ નવા-નવા બહાના બતાવતાં હતાં. બાદમાં અચાનક તેમનું જય જલારામ સેવા ટ્રસ્ટ બંધ થઇ ગયું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ શહેર "એ" ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ