આમોદ તાલુકા પંચાયત કચેરી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહિ

આમોદ તાલુકા પંચાયત પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર ઉપર અચાનક આગ લાગતા અફડાતફડી મચી હતી.જોકે કોઈ જાનહાનિ નહિ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.વીજ ટ્રાન્સફોર્મર ઉપર અચાનક આગ લાગતાં આમોદ પાલિકાના કર્મચારીઓ સહેબાઝ તેમજ મયુર વસાવાએ રેતી નાંખી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતાં. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતાં ડીજીવીસીએલના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. તાલુકા પંચાયત કચેરીમાંથી ફાયર એક્સ્ટિંગ્યુસર લાવીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાનું ફાયર ટેન્કર વર્ષોથી ધૂળ ખાઈ રહયું છે અને આગના બનાવોમાં ઉપયોગમાં આવતું નથી.