નખત્રાણામાં વીજ તારની ચોરીના પ્રયાસમાં 1.62 લાખની નુકશાની થતાં પોલીસ મથકે ફરિયાદ

copy image

copy image

નખત્રાણામાં વીજ તારની ચોરીના પ્રયાસમાં 1.62 લાખની નુકશાની થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ   નખત્રાણા ખાતે આવેલ બિબ્બર સીમ વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીના વીજતારની ચોરીના પ્રયાસમાં વીજતાર અને ટાવરને રૂા. 1.62 લાખની નુકસાની પહોંચી હતી જે અંગે  કે.પી. એનર્જી પ્રા.લિ.ના મેનેજર યાશીનભાઈ ચૌધરી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 23/10ના બિબ્બરના સીમ વિસ્તારમાં તેમની કંપનીના વીજતાર કાપવામાં આવેલ હતા. વધુમાં ફરિયાદમાં જણાવવામાં આવેલ છે કે, ગાર્ડ ત્યાં પહોંચી જતાં ચોર ઈસમો નાસી છૂટ્યા હતા. ચોરીના આ પ્રયાસમાં વીજતારમાં અંદાજે રૂા. 1,12,000 અને ટાવરમાં રૂા. 50,000 એમ કુલ રૂા. 1,62,000નું નુકશાની થતાં આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.