ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાંથી 50 હજારના મુદામાલ સાથે સાત ખેલીઓ ઝડપાયા
copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાંથી ધાણીપાસના જુગાર રમતા સાત જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામ તાલુકાનાં આંતરજાળ ગામમાં બસ સ્ટેશન કેબિનની આગળ જાહેર જગ્યામાં અમુક શખ્સો ધાણીપાસાનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પરથી જુગાર રમતા સાત ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ સહિત કુલ 50 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી તમામ મુદ્દામાલ હસ્તગત કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.