રાપર ખાતે આવેલ માણાબામાંથી બે જુગારપ્રેમીઓ ઝડપાયા : ત્રણ ફરાર

copy image

copy image

 સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, રાપર ખાતે આવેલ માણાબામાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે વધુ ત્રણ નાસી જવામા સફળ રહ્યા હતા. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાપર તાલુકામાં આવેલ માણાબામાં અમુક ઈશમો પૈસાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને બે જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા અને વધુ ત્રણ નાસી છૂટ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરીએ તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.