મોરબી -સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલ હોટેલમા ટેન્કરમાંથી થતી ડીઝલ અને ખાદ્યતેલની ચોરીનો થયો પદાર્ફાશ : હોટેલનો સંચાલક જ નીકળ્યો ગુનાહગાર

hathkadi

copy image

copy image

મોરબી -સામખિયાળી  નેશનલ હાઈવે પર આવેલ હોટેલમાં ટેન્કરમાંથી ડીઝલ અને ખાદ્યતેલની ચોરીનો પદાર્ફાશ કરવામાં આવેલ છે સાથો સાથ એક આરોપીની ધરપકડ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાનાઈ રહયું છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,    મોરબી -સામખિયાળી  નેશનલ હાઈવે પર જૂના કટારિયાના સીમ વિસ્તારમાં  આવેલ ખેમાબાબા હોટેલનો સંચાલક  પોતાના આર્થિક ફાયદા માટે  જુદા જુદા ટેન્કરોમાંથી  ડ્રાઈવરોને નાણાં આપવાની લાલચ આપી  ડીઝલ અને ખાદ્યતેલની ચોરી કરાવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે આ સ્થળ પર દરોડો પાડ્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ હોટેલમાં છાનબીન દરમ્યાન  અહીંથી  1200 લિટર ડીઝલ કિં. રૂા. 1,06,800, 400 લિટર ખાદ્યતેલ કિં. રૂા. 36 હજારનો જથ્થો નીકળી પડ્યો હતો. આ તેલ અંગે આરોપી શખ્સને પૂછતાછ કરતાં તે અંગે કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો તેથી કુલ રૂા. 1,67,800ના મુદ્દામાલ સાથ આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.