લખપત તાલુકામાં થતી પાણી ચોરીનો થયો ખુલાસો : પોલીસે મથકે પાણી ચોરો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, લખપત તાલુકામાં થતી પાણી ચોરીનો પર્દાફાશ કરી દેવાયો છે. કચ્છના લખપતમાં પાણી ન પહોંચતું હોવાની બૂમ લાંબા સમયથી ચાલી આવે છે.  જેમાં અંતે તપાસ હાથ ધરવામાં આવતા પાણીચોરી થતી હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે,આ મામલે રિસોર્ટ, પેટ્રોલ પંપ અને શાળા વિરુદ્ધ પાણીચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધવાઈ છે. આ દયાપર પોલીસ મથકે હિંમતસિંહ ભૂપતસિંહ જાડેજા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ગત તા. 11/10 તથા તા. 12/10 થી અને તા. 17/10થી અગાઉ અલગ-અલગ સમયે પાણીચોરી થઈ હતી. જેમાં નાની વિરાણી ખાતે આવેલા આશા હેરિટેઝ રિસોર્ટ ઝુમારા હેડવર્કસથી ઘડુલી હેડવર્કસ સુધીની પીવાના પાણીની ડી.આઈ. પાઈપલાઈનમાંથી ગેરકાયદેસર રીતે 90 એમ.એમ.ની સાઈઝનું સીધું જોડાણ લઈ રૂા. 3,91,970ના પાણીની ચોરી કરવામાં આવેલ છે. ઉપરાંત દોલતપર ફાટક નજીક આવેલા આસોપાલવ પેટ્રોલ પમ્પે ખીરસરા હેડવર્કસથી દોલતપર હેડવર્કસ સુધીની પાઈપલાઈનમાં આમ જ ગેરકાયદેસર રીતે 12.05 એમ.એમ. સાઈઝનું સીધું જોડાણ લઈ રૂા. 20,710ના પાણીની ચોરી કરી હોવાનું તેમજ દયાપરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના જવાબદાર સંચાલકે ઝુમારા હેડવર્કસથી ઘડુલી હેડવર્કસ સુધીની પીવાના પાણીની લાઈનમાંથી ગેરકાયદેસર રીતે 50 એમ.એમ. સાઈઝનું સીધું જોડાણ લઈને રૂા. 4,32,449ની પાણીચોરી કરતા આમ કુલ્લ રૂા. 8,45,129ની પાણીચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.