ભારાપરનાં એકમમાંથી ખાંડ ભરેલી ટ્રકમાંથી 1.3 લાખની ખાંડની બોરીની તસ્કરી : ટ્રકના ચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહયું છે કે, ભારાપરનાં એકમમાંથી ખાંડ ભરેલી ટ્રકમાંથી 1.3 લાખની ખાંડની બોરીની તસ્કરી થતાં ટ્રકના ચાલક વિરુદ્ધ જ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 18/10ના 20.15 વાગ્યાથી તા. 19/10ના 7.30 વાગ્યાના  અરસામાં આ ચોરીનો બનાવ બન્યો હતો. આરોપી ટ્રકચાલક રેણુકા સુગરમાંથી ખાંડની 50 કિલોની 500 બોરી લઈને કંડલા બર્થ નં. બેમાં ખાલી કરવા  જઈ રહયો હતો. તે દરમ્યાન આરોપીનો ફોન બંધ આવ્યો  હતો અને ગાડી નિયત સ્થળે પહોંચી ન હોવાથી ગાડીની શોધખોળ કરવામાં આવતા કંડલામાં  શ્રીજી ગોડાઉન તથા ગોકુળ ગોડાઉન વચ્ચે રોડ સાઈડ પરથી મળી આવેલ હતી. વાહનમાં મોકલાયેલા માલની ચકાસણી કરતાં ટ્રકમાંથી  50 કિલોની 45 બોરીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેને ઝડપી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.