વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના વટારીયા ગામ ઈન્દીરા આવાસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

image-95

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ દ્વારા આગામી તહેવારો તથા રાજ્યમાં વી.વી.આઈ.પી. મુવમેન્ટને ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી પ્રોહીબીશનની સ્પેશીયલ ડ્રાઇવ આપવામાં આવેલ અસામાજીક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ અને ભુતકાળમાં પકડાયેલ બુટલેગરો ઉપર સતત વોચ રાખી, તેઓના વાહનો ચેક કરવા વિગેરે કાર્યવાહી કરી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનના આધારે પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ પ્રોહીબીશનની સ્પેશીયલ ડ્રાઇવ દરમ્યાન કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.તે સમય દરમ્યાન પો.સ.ઇ. ડી.એ.તુવર એલ.સી.બી. ભરૂચની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, ” વાલીયા તાલુકાના વટારીયા ગામે ઇન્દિરા આવાસમાં રહેતો જેન્તી ધીરૂભાઇ વસાવાનાએ પોતાના ઘરની આસપાસ ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે” જેવી ચોક્ક્સ બાતમીના આધારે એલ.સી.બી.ટીમ દ્વારા વટારીયા ગામે ઇન્દિરા આવાસમાં પ્રોહીબીશન સફળ રેઈડ કરી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલ/બીયર ટીન મળી કુલ નંગ- ૯૫૧ કિંમત રૂપિયા. ૧,૦૧,૩૩૯/- નો પ્રોહીબીશનના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેની પુછપરછ કરતા સદર પ્રોહીબીશનનો જથ્થો તેનો છોકરો સાહિલે મંગાવેલ હતો, જેથી એલ.સી.બી.ટીમ દ્વારા સાહીલને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાલીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

જેન્તી ધીરૂભાઇ વસાવા, રહેવાસી. વટારીયા ગામ, ઇન્દિરા આવાસ, તા.વાલીયા, જિ.ભરૂચ.

વોન્ટેડ આરોપીઓ

  • સાહિલ જેન્તીભાઇ વસાવા, રહેવાસી. વટારીયા ગામ, ઇન્દિરા આવાસ, તા.વાલીયા, જિ ભરૂચ.

કબ્જે કરેલ મુદ્દામાલ

  • વિદેશી દારૂની બોટલ/બીયર ટીન મળી કુલ નંગ-૯૫૧ કિંમત રૂપિયા ૧,૦૧,૩૩૯/-.

રિપોર્ટર:- કેતન મહેતા, વાલિયા