પાકિસ્તાની જાસૂસને 6 વર્ષ કઠોર કારાવાસની સજા
સૂત્રો દ્વારા જણાઈ રહયું છે કે, પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએઆઈ માટે ભારતમાં આતંકવાદી ગતિવિધિ કરવા તેમજ દેશ વિરુદ્ધ કાવતરું રચવાના આરોપમાં મુન્દ્રાના આરોપી સખ્સને લખનઉની ખાસ કોર્ટે કસૂરવાર કરાર આપી વિવિધ કલમો હેઠળ 6 વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કેસમાં અગાઉ પકડાયેલા યુપીના આરોપી શખ્સને છ વર્ષની સજા થઈ ચૂકી છે. પ્રાપ્ત માહિતી મુજબ ભારતના સંવેદનશીલ સ્થળો, રણનીતિની રીતે મહત્ત્વપૂર્ણ સ્થળોની સાથે ભારતીય સેનાની ગતિવિધિઓની તસવીરો આઈએસઆઈના એજન્ટોને મુક્યા હોવાના આરોપમાં લખનઉના ગોમતીનગરમાં આરોપી શખ્સની ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ એનઆઈએ દ્વારા 2020માં સમગ્ર મામલે તપાસ હાથ ધારવામાં આવેલ હતી, જેમાં જુલાઈ-2020માં પકડાયેલ આરોપી શખ્સ વિરુદ્ધ આરોપનામું દાખલ કરાયું હતું. બાદમાં તપાસમાં મુંદરાના આરોપી શખ્સનું નામ સામે આવતા એનઆઈએએ 2020માં કચ્છના મુન્દ્રામાં દરોડો પાડી તેને દબોચી લીધો હતો. પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આરોપીએ ભારત વિરુદ્ધ કાવતરું રચવામાં પાકિસ્તાની એજન્ટોની મદદ કરવા સાથે કાવતરાની તૈયારી કરવામાં પણ ભાગ લીધો હતો. ઉપરાંત આઈએસઆઈ દ્વારા અપાયેલાં કમિશનનાં નાણાં પહોંચાડવામાં પણ તેની ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.