“કોમર્શીયલ તેમજ ઘરેલુ રાધણ ગેસના બાટલાઓનુ રીફીલીગ કરી ગેસની ચોરી કરતા બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા i / પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષી તથા શક્તિસિંહ ગઢવીનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિરેન્દ્રસિંહ જાડેજા તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માધાપર મધ્યે આવેલ રેલ્વે પાટા નજીક કૈવલ્યભાઈ વૈષ્ણવના માલીકીનુ ઇન્ડીયન ગેસનુ ગોડાઉન છે જેમાં કામ કરતા રમેશ જોધારામ બીશ્નોઇ તથા હેતારામ સાંઇરામ બીશ્નોઇ જે બન્ને ઇસમો સાથે મળી ગોડાઉનમાં રહેલ રાંધણ ગેસના બોટલો માંથી એક પાઇપ જેવા સાધન (નેઝલ) ની મદદ થી તે સીલબંધ ભરેલ ગેસની બોટલ માંથી સીલ ખોલી બીજી કોમર્શીયલ ગેસની ખાલી બોટલમાં ભરી તે ગેસની બોટલને ગે.કા. રીતે બજારમાં વેચાણ કરે છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ઉપરોક્ત નામ વાળા બન્ને ઇસમો ગોડાઉન બહાર રાધણ ગેસના બાટલામાંથી એક પાઈપ જેવા સાધન (નેઝલ) વડે કોમર્શીયલ ગેસની બોટલ ભરતા હોય જેથી બન્ને ઇસમોની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે, અમો ગોડાઉનમાંથી બહાર જતી રાધણ ગેસની બોટલોમાંથી આશરે એકથી—બે કી.ગ્રા. જેટલો કાઢી કોમર્શીયલ ગેસની બોટલોમાં ભરી બહાર કોમર્શીયલ ગેસનો ઉપયોગ કરતા ઇસમોને ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
- મળી આવેલ મુદામાલ
- કોમર્શીયલ તથા ઘરેલુ રાધણ ગેસની બોટલ નંગ -૧૧ કી.રૂ. ૨૨,૦૦૦/-
- ગેસ રીફીલીંગ માટે ઉપયોગમાં લીધેલ પાઇપ જેવું સાધન (નેઝલ ) કી.રૂ. ૧૦૦/-
- મોબાઇલ ફોન નંગ – ૨ કી.રૂ.૫,૫૦૦/-
- પકડાયેલ આરોપી
- રમેશકુમાર જોધારામ બિશ્નોઈ ઉ.વ. ૩૨ રહે. હાલે ઇન્ડીન ગેસ ગોડાઉન માધાપર, તા ભુજ રહે મુળ રણીસર તા.ફલોદી જી. જોધપુર રાજસ્થાન
- હેતારામ સાંઇરામ બિશ્નોઇ ઉ.વ. ૨૮ રહે. હાલે ઇન્ડીન ગેસ ગોડાઉન માધાપર, તા.ભુજ રહે મુળ કાનાસર તા.ફલોદી જી. જોધપુર રાજસ્થાન