નલિયા-ભાનાડા માર્ગે અકસ્માતનો સિલસિલો યથાવત : અકસ્માતગ્રસ્ત ખાનગી બસમાં અન્ય બસ ધડાકાભેર અથડાઈ
copy image

નલિયા-ભાનાડા માર્ગે ઊભેલી ટ્રક પાછળ ખાનગી મિની બસ ભટકાતાં સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિઓનું મોત થયું હતું. જે અકસ્માતગ્રસ્ત ખાનગી બસ હજુ માર્ગ પર જ હતી ત્યાં ફરી એક અકસ્માત સર્જાયો હોવાની વિગતો સપાટી પર આવી છે. નલિયા-ધંધુકા રૂટની એસ.ટી. બસ આ અકસ્માત ગ્રસ્ત બસની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એસ.ટી. બસનો આગળનો કાચ તૂટી જતાં નુકસાન થયું હતું. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.