મુન્દ્રામાં અદાણી કંપનીની એમપીએલ કોલોનીમાં બબાલ

કોલોનીમાં એક લેબર આત્મહત્યા કરી લેતા તપાસ કરવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો

લેબરના ટોળા અને પોલીસ વચ્ચે થોડીવાર માટે ઘર્ષણ થયું

લેબરના ટોળા દ્વારા પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો

ઉશ્કેરાયેલ લેબરના ટોળાએ પોલીસ કર્મીના ખાનગી વાહનને આગ ચાંપી દીધી હતી

ઘટનામાં પોલીસકર્મીના ખાનગી વાહનને નુકશાન પહોંચ્યું છે

રાત્રે 10 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો

મામલો થાળે પાડવા ઘટના સ્થળ પર પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા

સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે