ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર પિસ્ટલ તથા કારતુસ નંગ-૬ સાથે એક આરોપી ઝડપી લઇ આર્મ્સ એકટનો ગુનો શોધી કાઢતી એસ.ઓ.જી.ભરૂચ
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ભરૂચનાઓ તરફથી ભરુચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ન બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરુચ જિલામાંથી ગુનાખોરી નાબુદ કરવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાના આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરી તથા પો.ઇન્સ. એ.એચ.છૈયાનાઓએ એસ.ઓ.જી. ટીમને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા એસ.ઓ.જી. ટીમના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે પો.ઇન્સ. એ.એ.ચૌધરીનાઓને મળેલ બાતમીના આધારે માંડવા સાંઇ વાટીકા સોસાયટી રૂમ નં-૧૨૭, માં રહેતો પ્રિન્સ નામના ઇસમ પાસે એક ગેરકાયદેસરની એક પિસ્ટલ છે અને સદર ઇસમ હાલમાં તેના રહેણાંક મકાનમાં હાજર છે “ જેવી બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા તપાસ કરતા પ્રિન્સ સંજય બિરેન્દ્ર રાયનાઓએ તેના રહેણાંક મકાનના લાકડાના પેટી પલંગમાં લાયસન્સ પરવાના વગરનું અગ્નિશસ્ત્ર પિસ્તલ નંગ-૦૧ કિં.રૂ. ૨૫,૦૦૦/- તથા એક્સ્ટ્રા મેગ્ઝીન નંગ-૧, તથા કારતુસ નંગ -૦૬ કિં.રૂ. ૬૦૦/- ના ગેરકાયદેસર રીતે રાખી મુદ્દામાલ સાથે પકડાઇ જતા અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એકટ ની કલમ તથા જી.પી.એકટ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપીની વધુ પુછપરછ દરમ્યાન સદર હથિયાર બાબતે અંકલેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હોવાની હકિકત જણાવેલ હતી.
પકડાયેલ આરોપી
પ્રિન્સ સંજય બિરેન્દ્ર રાય, રહે.માંડવા ૧૨૭, સાંઇ વાટીકા સોસાયટી, તા.અંકલેશ્વર, જી.ભરૂચ. મુળ રહે.ગ્વાલીયર, ૪૬૦, ડીડીનગર, શતાબ્દીપુરમ. (એમ.પી)
પકડાયેલ મુદ્દામાલ
(૧) અગ્નિશસ્ત્ર પિસ્તલ નંગ-૧, કિં.રૂ. ૨૫,૦૦૦/-
(૨) એક્સ્ટ્રા મેગ્ઝીન નંગ-૧
(૩) કારતુસ નંગ –૬, કિં.રૂ. ૬૦૦/-
તમામ મુદ્દામાલ કિ.રૂ.૨૫,૬૦૦/-.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ