વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભીલોડ ગામમાં થયેલ ખુનના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વાલીયા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, ભરૂચ તથા વિભાગીય પોલીસ અધિક્ષક કુશલ ઓઝા અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વરનાઓએ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને અલગ-અલગ ટીમો બનાવી શોધી કાઢવા આપેલ સુચનાના આધારે વાલીયા પોલીસ સ્ટેશને નોંધાયેલ બી.એન.એસ- ૨૦૨૩ ની કલમ તથા જી.પી.એકટ કલમ મુજબનો ગુનો તા.૨૬/૧૦/૨૦૨૪ ના કલાક ૨૨:૩૫ વાગ્યે નોંધાયેલ હતો જે ગુનામાં સંડોવાયેલ આરોપી ગુનો કર્યા પછી ભાગી ગયેલ હતો જે આરોપીને પકડવા તાત્કાલીક અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી જે દરમ્યાન કે.બી.ડોડીયા પ્રો.પો.સ.ઇ વાલીયા પોલીસ સ્ટેશનનાઓની ટીમમાં અ.હે.કો. મનોજભાઇ નવીનભાઇ તથા પો.કો અજીતભાઇ વીરજીભાઇનાઓની ટીમ દ્વારા પ્રો.પો.સ.ઇ. કે.બી.ડોડીયાનાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, આરોપી સોમાભાઇ મંગાભાઇ વસાવા, રહે. ભીલોડ, તા.વાલીયાનાઓ ભીલોડ ગામના સ્મશાન પાસે ઝાડીઓમાં સંતાયેલ છે તેવી હકિકત મળતા તેઓની ટીમ સાથે સદરહુ બાતમીવાળી જગ્યાએ સર્ચ કરતા સ્મશાન નજીક ઝાડીઓમાં હાજર હોય કોર્ડન કરી પકડી પાડવામાં આવેલ અને આરોપીની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, વાલિયા