કચ્છ લોકસભાના યુવા ઉમેદવાર શ્રી વિનોદભાઇ ચાવડાએ પોતાના વતન સુખપર રોહા મધ્યે સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને દેશહિત માટે મતદાન કર્યું

કચ્છ લોકસભાના યુવા ઉમેદવાર શ્રી વિનોદભાઇ ચાવડાએ પોતાના વતન સુખપર રોહા મધ્યે સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને દેશહિત માટે મતદાન કર્યું. કચ્છ-મોરબી લોકસભાની બેઠક પરના  ભારતીય જાણતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડાએ સૌ પ્રથમ સવારે ભુજ આશાપુરા માતાજીનાં દર્શન કરીને શ્રી સ્વામિનારાયણ મંદિરે ભુજ દર્શન કર્યા ત્યારબાદ સુખપર રોહાથી પોતાનું મતદાન કર્યું હતું. લોકશાહીના આ પર્વ લોકસભાની ચૂંટણી સમયે દેશના ભવિષ્ય માટે મતદાન કરવું એ દરેકની આગવી ફરજ છે. ત્યારે કચ્છ-મોરબી લોકસભાની બેઠકના યુવા ઉમેદવારશ્રી વિનોદભાઇ ચાવડાએ પણ એક સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહી મતદાનની આગવી ફરજ બજાવી હતી. દેશના ઉજ્જવલ ભવિષ્ય માટે શ્રેષ્ઠ સુકાની પસંદ કરવું ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરી મતદાન પ્રત્યે પોતાની ફરજ સમજી 100% મતદાન થાય તે પણ જરૂરી છે. બીજેપી ની સમગ્ર ટીમ અને લોકો તરફથી મળતા સમર્થનથી તેઓએ ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *