ગઢડાનાં હોળાયાની સીમમાંથી ઇગ્લીંશ દારૂનાં જથ્થા સાથે એક ઈસમ પકડાયો

આગામી લોકસભા ચુંટણીમાં ગુજરાત પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી થાય તે અંગેની સુચના કરવામાં આવેલ હોય જે અંગે એલ.સી.બી બોટાદના પોલીસ ઇન્સપેક્ટર એચ.આર.ગોસ્વામીની સુચના મુજબ એલ.સી.બી.ના હેડ.કોન્સ. રામદેવસિંહ દેવુભા મોરીને મળેલ ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. ડી.એમ. ત્રિવેદી, ભગવાનભાઇ શામળાભાઇ ખાંભલા, લક્ષ્‍મણદેવસિંહ ચુડાસમા, જીજ્ઞેશભાઇ દંગી, બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા, વનરાજભાઇ વિશૂભાઇ બોરીચા, તરૂણભાઇ દાદુભાઇ ખોડીયા તથા જયપાલસિંહ અનિરૂધ્ધસિંહનાઓએ હોળાયા ગામના અમકુભાઇ રણુભાઇ બોરીચાની હોળાયા ગામ થી ગાળા ગામ તરફના રસ્તે આવેલ વાડીએથી એપીસોડ ક્લાસીક વ્હીસ્કી બ્લેન્ડેડ વીથ ઇમ્પોર્ટેડ સ્કોચ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૯૪ ની કિંમત રૂ.૨૮,૨૦૦ ની મળી આવતા આ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને ગઢડા પોલીસ સ્ટેશનમાં હોળાયા ગામના અમકુભાઇ રણુભાઇ બોરીચા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ ગુન્હાની તપાસ બોટાદ એલ.સી.બી. ચલાવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *