દિવાળીના દિવડાઓથી ઝગમગી ઉઠ્યું આયોધ્યા : 25 લાખ દીવડા અડધો કલાકમાં જ પ્રગટાવીને વિક્રમ સાથે રચાયો ઈતિહાસ

copy image

copy image

આ વર્ષની દીવાળી  ખૂબ જ રોશની લાવવાની છે તેવું લાગી રહ્યું છે ત્યારે આયોધ્યા દિવાળીના દિવડાઓથી ઝગમગી ઉઠ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, અયોધ્યામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે દીપોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સાથે જ રામ કી પૌડી પર નવો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવવામાં આવેલ છે. અયોધ્યામાં કુલ 28 લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા પણ એકસાથે 25 લાખ દીવડા અડધો કલાકમાં જ પ્રગટાવીને વિક્રમ સાથે ઈતિહાસ રચાયો હતો. ઉપરાંત 1121 લોકોએ એકસાથે સરયુની આરતી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. સરયૂ નદીની બન્ને તરફ હજારો લોકોએ આ અનોખી ક્ષણને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં પણ ઉલ્લાસ લાવી દીધો છે.  સૌ પ્રથમ યોગીએ દીપક પ્રગટાવીને દીપોત્સવની શરૂઆત કરાવી અને ત્યારબાદ સરયૂના તમામ 55 ઘાટે દીવડા જગમગી ઉઠયા હતા.