ભરૂચના શેરપુરા ગામે અમન સ્કવેરમાં અને દહેગામ રોડ પર આવેલા આદિલ એવન્યુ-2માં ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રહી જતાં 2 ઘરમાંથી 3 લેપટોપ અને 2 ફોનની ચોરી

copy image

ભરૂચના શેરપુરા ગામે અમન સ્કવેર ખાતે યોગેશ કાકરીજ દહેજની કંપનીમાં નોકરી કરે છે. તેમની સાથે અન્ય કર્મચારીઓ પણ ભાડાના મકાનમાં રહેતાં હતાં. ગતરોજ તેઓ ઘરે હતાં તે વખતે સમાધાન ખેરનાથે સવારે નોકરીએ જતી વખતે ઘરનો દરવાજો માત્ર આડો કરી બંધ કર્યો હતો.આ અરસામાં તેમના ઘરમાં કોઇ ગઠિયાએ ઘરમાં પ્રવેશી બે મોબાઇલ ચોરી કરી ગયા હતાં. બીજી તરફ દહેગામ રોડ પર આવેલાં આદિલ એવન્યુ-2માં રહેતાં અમન પોદ્દાર બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરે છે. તેમની સાથે અન્ય સહકર્મીઓ પણ રહેતાં હતાં. ગતરોજ રાત્રીના તેઓ તેમના રૂમમાં સૂઇ રહ્યાં હતાં. તે વખતે તેમને ઉંઘ નહીં આવતાં તેઓ દરવાજો ખુલ્લો રાખી સુઇ ગયાં હતાં. સવારે ઉઠીને તેઓએ જોતાં તેમના ઘરમાંથી 3 લેપટોપની ચોરી થઇ હોવાનું જણાયું હતું.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ