લગ્ન પ્રસંગેથી પરત ફરેલ પરિવારને અકસ્માત નડ્યો : મહેસાણા-ઊંઝા હાઈવે પર બનેલ ગોઝારી ઘટનામાં પાંચનાં મોત

copy image

copy image

મહેસાણા-ઊંઝા હાઈવે પર ગોઝારી ઘટના બની હતી જેમાં, લગ્ન પ્રસંગેથી પરત ફરેલ પરિવારને અકસ્માત નડ્યો હતો જે ગોઝારા બનાવમાં પાંચના મોત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવાર કે જેઓ મૂળ રાજસ્થાનના પાલીના વતની હતા. આ પરિવારના સભ્યો વતનમાં એક લગ્ન પ્રસંગ માણીને અમદાવાદ પરત આવી રહ્યા હતા તે સમયે ઉનાવા હાઈવે પર તેમની ઈકો કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ચાર લોકોના મોત થયા હતા. પાંચ લોકના મોત થયા છે તેમજ છ ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે.