અંકલેશ્વરના અવાદર ગામની સીમમાં બી.ડી.બિલ્ડકોન કંપનીના વર્કશોપમાંથી રૂ.44 હજારના માલ-સામાનની ચોરી
અંકલેશ્વરના અવાદર ગામની સીમમાં બી.ડી.બિલ્ડકોન કંપનીના વર્કશોપમાંથી રૂ.44 હજારના માલ-સામાનની ચોરી થઇ છે. અવાદર ગામની બી.ડી.બિલ્ડકોન કંપનીના વર્કશોપને તસ્કરોએ નિશાન બનાવી લોખંડની પ્લેટો મળી કુલ ૪૪ હજારથી વધુના માલ-સામાનની ચોરી કરી નાસી ગયા હતા.અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની સીમમાં બી.ડી.બિલ્ડકોન કંપનીના વર્કશોપને તસ્કરો નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ ખુલ્લા વર્કશોપમાં પ્રવેશ કર્યો હતો. ખુલ્લામાં રહેલા લોખંડની પ્લેટો નંગ 62 મળી કુલ 44 હજારથી વધુના માલ-સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે કંપનીના ઇન્ચાર્જ અધિકારીએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંકલેશ્વર તાલુકામાં વિવિધ પ્રોજેકટના કામ ચાલી રહયાં હોવાથી ગોડાઉનોમાં માલ-સામાન રાખવામાં આવે છે.જેથી આ માલ-સામાન ચોરી જતી ટોળકીઓ પણ સક્રિય બની છે અને ચોરીના બનાવો વધી રહયાં છે. અવાદર ગામે બનેલી ઘટનામાં તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.
રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર