દિવાળીના પાવન પર્વ પર વધુ એક દીવો માર્ગ અકસ્માતના અંધારામાં લુપ્ત થયો

copy image

દિવાળીના શુભ પર્વ પર વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે વધુ એક ઘરનો દીવો પ્રગટ્યા પૂર્વે જ મુર્જાઈ ગયો છે. અંજાર ખાતે આવેલ સિનુગ્રા નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં ભક્તિનગર-બેમાં રહેનાર આ યુવાન કિર્લોસ્કર કંપનીમાં કામ કરતો હતો. ગત દિવસે સવારના સમયે કંપનીનાં કામથી મુંદ્રા જઈ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી અજાણી ટ્રકે તેના બાઇકને ટક્કર મારતાં આ યુવાન નીચે પટકાયો હતો, જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.સર્જાયેલ અકસ્માતમાં ગંભીર ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.