અંજારનાં ચાંદ્રાણી નજીક પગપાળા જતા 30 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટમાં ઘટનાસ્થળે જ મોત

copy image

અંજાર તાલુકાનાં ચાંદ્રાણી નજીક પગપાળા જતા 30 વર્ષીય યુવાનને અજાણ્યા વાહને હડફેટમાં લેતા મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં રહેનાર કુમાર કબીરા નામનો યુવાન કામે જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ તે ચાંદ્રાણી નજીક પુલિયા પાસે પગપાળા જઇ રહ્યો હતો તે દરમ્યાન અજાણ્યાં વાહને તેને હડફેટમાં લેતાં તેનું બનાવસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.