ભુજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વિવિધ સેવા કાર્યો કરાયા

ભુજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી આજે ભુજ ખાતે ઉજવવામાં આવી હતી ભુજ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અને જાણીતા નોટરી ધારા શાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી આજના દીને બાળકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દીને સત્યમ સંસ્થા અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, નયનભાઈ શુક્લ, રામુબેન પટેલ ,તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ અન્ય એ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી આજના દીને ભુજ કોમર્શિયલબેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે પણ સરદાર વલ્લભભાઈ પટેલને વંદના કરી હતી આ પહેલા તમામે સવારે સરદાર વલ્લભભાઈની પ્રતિમાનેહારાં રોપણ કર્યું હતું આમ સરદાર વલ્લભભાઈ પટેલ યાદ કરીને તેની જન્મ જયંતી સેવા કાર્યો સાથે ઉજવવામાં આવી હતી જેમાં આજે જીવ દયા પ્રવતિ પણ કરવામાં આવી હતી બાળકોને અલ્પાહાર પણ કરાવ્યો હતો