વર્ષ બદલ્યા પરંતુ દારૂડિયાની આદતો નહીં : વરસાણામાંથી 74 હજારના શરાબના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

copy image

અંજાર ખાતે આવેલ વરસાણામાંથી 74 હજારના શરાબના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર તાલુકામાં આવેલ વરસાણામાં રહેનાર પ્રદીપસિંહ હેતુભા જાડેજા નામના શખ્સે વરસાણા ઇસ્પાત કંપનીની દીવાલ નજીક બાવળની ઝાડીમાં દારૂ ઊતાર્યો છે અને તેનું વેચાણ કરવાની તૈયારીમાં છે.મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી છૂટકમાં દારૂ વેચતા આરોપી શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી 74,831નો શરાબ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.