ઓનલાઇન નાણાકીય છેતરપીંડીની પુરેપુરી રકમ ફ્રીઝ કરાવી અરજદારને પરત અપાવતી સાયબર ક્રાઇમ સેલ પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા i/c પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે સુચના અનુસંધાને નોડલ અધિકારી અને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરી તથા પરબતભાઈ ચૌધરી દ્રારા KYC અપડેટ ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફોડ, જોબ ફોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં પશ્ચિમ-કચ્છ ભુજ જીલ્લા સાયબર સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે
અરજદારશ્રી માનવીબેન રહે. માધાપરવાળા સાથે થયેલ ફોડની પુરેપુરી રકમ રૂ.૯૬,૭૭૬/- પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રીને એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવેલ અને જણાવેલ કે ફેડ-એક્સ કુરીયરમાંથી તમારૂ પાર્સલ પરત થયેલ છે અને જો તમે કસ્ટમર કેરથી વાત કર્વા માંગતા હોવ તો મોબાઇલમાં બે નંબર દબાવો જેથી અમે તામારો ફોન કસ્ટમર કેરમાં ટ્રાન્ફર કરી આપીએ. બાદ કસ્ટમર કેરમાંથી અરજદારને જણાવેલ કે તમારૂ પાર્સલ કસ્ટમ ડીપાર્ટમેન્ટ દ્વારા પકડેલ છે અને તે પાર્સલમાં એમ.ડી. ડ્રગ્સ, હાર્ડ ડ્રાઇવ, ડોલર તથા નકલી પાસપોર્ટ છે. અને આ બાબતે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં એફ.આઇ.આર. દાખલ થયેલ છે. અને જણાવેલ કે આ પાર્સલ તમે મંગાવેલ ના હોય તો તમે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ ખાતે રૂબરૂ આવી રજુઆત કરી શકો છો. બાદ થોડીવાર પછી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના નામથી એક ઇસમે અરજદારને ફોન કરેલ અને અરજદારને સામાવાળાએ પોતે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બોલે છે તેવી ઓળખાણ આપી અરજદારને સ્કાય-પે પર વિડીયો કોલ કરવા જણાવેલ બાદ સામાવાળાએ સ્કાયપે પર પોતાનુ પોલીસ અધિકારી હોય તેવુ ખોટું બનાવટી આઇકાર્ડ અને ટેરેરીઝમના રૂપિયા, ડ્રગ્સ અને નકલી પાસપોર્ટ ઇરાનના શેખને મોકલતા હતા એવી અરજદારના નામની ખોટી એફ.આઇ.આર.ની કોપી બનાવી અરજદારને મોકલાવેલ અને બાદમાં સામાવાળાએ એક લેટર અરજદારને મોકલાવી જણાવેલ કે જો તમે કોઇ પણ પ્રકારનો ક્રાઇમ કરેલ ના હોય અને જો તમે પ્રામાણિક હોવ તો લેટરમાં જણાવેલ અકાઉન્ટ નંબર પર તમે રૂ.૯૬,૭૭૬/- મોકલાવો જેથી અમે તમારા એકાઉન્ટની માહિતી ચેક કરી શકીએ અને માહિતી ચેક કર્યા બાદ પંદર મીનીટમાં આ રૂપિયા તમારા ખાતામાં પરત કરી આપશુ. જેથી અરજદાર સામાવાળાની વાતોમાં આવી ડરીને રૂ.૯૬,૭૭૬/- મોકલી આપેલ. બાદ સામાવાળા દ્વારા વધુ રૂપિયાની માંગણી કરતા અરજદારને પોતાની સાથે ફ્રોડ થયાનુ જણાઇ આવતા તેઓએ તુરંત જ સાયબર સેલ (એલ.સી.બી.) પશ્વિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતાં સાયબર સેલ (એલ.સી.બી.) દ્રારા આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે અરજદારશ્રીની ગયેલ પુરેપુરી રકમ રૂા.૯૬,૭૭૬/- અરજદારશ્રીના અકાઉન્ટમાં પરત અપાવેલ. ભોગબનનારે કરવાની કાર્યવાહી
- તમો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો. તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ વિગતો આપવી.