દશેરા નિમિત્તે નખત્રાણામાં 40 મી વખત રાવણ દહન કરાયું

image

નખત્રાણા ના વથાણ માં 35 ફૂટ ઊંચા રાવણ ના પૂતળાનું દહન કરાયુ
શ્રીરામ લક્ષ્મણ અને હનુમાનજી તથા સીતાજીના પાત્ર સાથે નગરમાં શોભા યાત્રા નીકળી
મોટી સંખ્યામાં નગરજનો રાવણ દહન નિહાળમાં પહોંચ્યા હજારોની મેદનીમા જય જય શ્રી રામ નો નાદ ગુંજી ઉઠીયો
દશેરા નિમિત્તે નખત્રાણા ખાતે છેલ્લા 40 થી 45 વર્ષથી જય માતાજી ગ્રુપ તેમજ હિન્દુ સનાતન સમાજ દ્વારા દર વર્ષે વથાણમાં રાવણ દહનનું કાર્યક્રમ રાખવામાં આવે છે આ વખતે પણ અહીંના વથાણમાં 40મો રાવણ દહન કાર્યક્રમ વિશાળ જનમેદની સાથે યોજવામાં આવ્યો હતો
દશેરા નિમિત્તે અહંકારરૂપી રાવણના પૂતળાનું જય માતાજી ગ્રુપ તેમજ હિન્દુ સનાતન સમાજ દ્વારા સંધ્યા ટાણે વથાણમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં રાવણનું દહન કરવામાં આવ્યું હતું રાવણ દહન પૂર્વે અહીં શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું
શ્રીરામ લક્ષ્મણ સીતાજી અને હનુમાનજી તથા વાનરસેનાના પાત્રોમાં નગરમાં શોભાયાત્રા નીકળી હતી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
જય માતાજી ગ્રુપના ડાયાભાઈ સૈઞાણી તથા જીતુભા જાડેજા એ જણાવ્યું કે અહીં દર વર્ષે જય માતાજી ગ્રુપ દ્વારા અહંકાર રૂપી રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે આ વખતે પણ મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિમાં સંધ્યા ટાઇમે રાવણ દહન કરવામાં આવ્યું હતું
રાવણનું પૂતળું 35 ફૂટ ઊંચું બનાવવામાં આવ્યું હતું અને અહીંના વથાણમાં ઊભું કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હરિભાઈ લુહાર ડાયાભાઈ સંઘાણી ચંદનસિંહ રાઠોડ દિનેશભાઈ નાથાણી હિરેન ભાનુશાળી કાંતિભાઈ નાથાણી પિયુષભાઈ રૈયાણી હરે રામભાઈ ભગત ચેતનભાઇ ઠક્કર જાગૃતીબેન ઠક્કર દમયંતીબેન પટેલ ચંદ્રિકાબેન પટેલ હંસાબેન રૈયાણી યોગેશભાઈ પાંચાણી ચંદુભાઈ રૈયાણી ભાણજીભાઈ પટેલ રતનશીભાઈ જબુવાની સહિતનાઓએ જહૈમત ઉઠાવી હતી
શ્રીરામના પાત્રમાં હેત પરસોત્તમભાઈ પાંચાણી લક્ષ્મણના પાત્રમાં શુભ યોગેશભાઈ પાંચાણી તેમજ હનુમાનના પાત્રમાં વંશ સંજયભાઈ પાંચાણી એ પાત્રો ભજવ્યા હતા
શંકર વિજય શો.મીલ થી નવાવાસ મુખ્ય બજાર સુપરમાર્કેટ વથાણ સુધી મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને જય જય શ્રી રામનો નાદ ગુજ્યો હતો બરાબર સંધ્યા ટાઇમે શ્રીરામના પાત્રમાં રાવણને નાભીમાં બાણ મારવામાં આવ્યો હતો અને ફટાકડાની આતક બાજી જોવા મળી હતી
નખત્રાણા ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ તેમજ પીએસઆઇ બેગડીયા પીએસઆઇ એમવી સામળા ની આગેવાની હેઠળ ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી અને નગરજનોએ શાંતિપૂર્વક રાવણ દહન નો કાર્યક્રમ નિહાળ્યો હતો
આ રાવળ નું પૂતળું ઊભું કરવા માટે કેશુભાઈ કેસરાણી ઝવેરભાઈ કેસરાણી નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ કલ્પેશભાઈ લુહાર શંકર વિજય સોમીલ નો સ્ટાફ હિતેશભાઈ કેસરાણી ભરતભાઈ સુરાણી મહેશભાઈ કેસરાણી સહિતનાઓએ ગત સાંજે અહીંના વથાણમાં 35 ફૂટ ઊંચો રાવણ ઉભો કર્યો હતો રાવણ દહન પૂર્વે નગરપાલિકા દ્વારા સમગ્ર વણણમા સફાઈ આદરવામાં આવી હતી જુના જનસંઘી અને નખત્રણાના રાવણ દહન ના કાર્યક્રમમાં સતત સહયોગ આપતા સ્વ ધનસુખભાઈ ઠક્કરને શ્રદ્ધાંજલિ આપી યાદ કરવામાં આવ્યા હતા
લાલજીભાઈ રામાણી જીતુભા જાડેજા ડાયાભાઈ સેગાણી સહિતનાઓનો વિશેષ સહયોગ રહ્યો હતો