વાયરચોરીને અંજામ આપનાર રીઢાઓ સામે સખ્ત કાર્યવાહી
પવનચકકીમાથી થતાં વાયર ચોરીના કિસ્સા વધી રહ્યા છે તેની સાથો સાથ એલસીબી દ્વારા ખુદ ફરિયાદી બની ખાવડા પોલીસ મથકે આ ગેંગ ટોળકીના સાત આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગેંગે સાત વાયરચોરીને અંજામ આપ્યો છે. જાણવા મળી રહ્યું છે કે એલ.સી.બી. (પશ્ચિમ કચ્છ)ના પીઆઈ એસ.એન. ચુડાસમા તથા પીએસઆઈ ટી.બી. રબારી દ્વારા ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાયરચોરીના ગુનામાં સંડોવાયેલ ચોર ટોળકીના રીઢા ગુનેગારો દ્વારા વાયરના કુલ 7 ગુનામાં કુલ રૂા. 12,94,000ની ચોરીને અંજામ આપેલ જેમાંથી કુલ રૂા. 2,07,000નો મુદામાલ ચોર મુદામાલ તરીકે અલગ-અલગ રીતે ટોળકીના સભ્યના કબ્જામાંથી કબ્જે કરી લેવામાં આવેલ છે. વધતી જતી વાયરચોરીને અટકાવવા આ ગેંગ સામે એલસીબીએ લાલ આંખ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.