PM મોદીને મળ્યું વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન

image-328

copy image

સેશેલ્સના ગોલ્ડન જુબિલી નેશનલ ડે સમારોહમાં સામેલ થવા રાજધાની વિક્ટોરિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેટ હાઉસમાં ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સેશેલ્સે પીએમ મોદીને ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ની ઉપાધિ આપી હતી. સેશેલ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઉપાધિ દરિયાઈ પર્યાવરણ સંરક્ષણ, બ્લુ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા, હિંદ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ સુરક્ષા અને સહયોગ મજબૂત કરવા તેમજ આબોહવા પરિવર્તન સાથે જોડાયેલા વૈશ્વિક પ્રયાસોમાં ભારતની સક્રિય ભૂમિકાના સન્માનમાં આપી છે. આ સન્માન બંને દેશોના મજબૂત સંબંધો અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાનું પણ પ્રતીક માનવામાં આવે છે.