કચ્છમાં 600 થી વધુ રાશનની દુકાનો છે કાર્યરત : APL તેમજ BPL કાર્ડ ધારકોને નિઃશુલ્ક આપવામાં આવે છે રાશન

કચ્છમાં એક્ટિવ રાશનની દુકાનો વિશે જાણકારી મેળવવા અધિકારીશ્રીની મુલાકાત લેતા તેમને જણાવેલ કે કચ્છમાં હાલમાં 600 થી વધારે કાર્યરત છે. તેમજ તમામ માહિતી IPDS વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વધુમાં તેમનું કહેવું છે કે આ તમામ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ છે કે, કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં કયા તાલુકામાં કેટલી દુકાન કાર્યરત છે તેમજ કઈ દુકાનમાં કેટલા કાર્ડનો સમાવેશ થાય છે, જેમાં અંત્યોદયના કેટલા કાર્ડ છે, APL તેમજ BPLના કેટલા કાર્ડ છે તે ઘર બેઠા ગમે તે સમયે ઓનલાઇન જોઈ શકાય છે. જેમાં દર મહિને નવા ડેટા અપડેટ કરવામાં આવે છે. જેમાં કાર્ડ વિશે તમામ માહિતી અપડેટ કરવામાં આવે છે. તેમજ વધુમાં તેઓ જણાવે છે કે, હાલમાં સરકારની ગ્રાન્ટ મુજબ પ્રતિ વ્યક્તિ ત્રણ ચોખા તેમજ બે કિલો કિલો ઘઉં નિઃશુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ચણા અને તુવર દાળ પણ ઓછા ભાવે આપવામાં આવે છે, ઉપરાંત તેલ તેમજ BPL કાર્ડ ધારકોને અને અંત્યોદય કાર્ડના ધારકોને ખાંડ પણ આપવામાં આવે છે.