માર્ગ અકસ્માતમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો : ગોડપર-દહીંસરા માર્ગ પર સર્જાયેલ અકસ્માતમાં 51 વર્ષીય આધેડનું મોત

copy image

copy image

માર્ગ અકસ્માતમાં વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો. આ બનાવ અંગે જાણવા મળી રહ્યું છે કે, ગોડપર-દહીંસરા વચ્ચે સર્જાયો હતો આ અકસ્માત જેમાં 51 વર્ષીય આધેડનું મોત નીપજયું છે. ગત તા. 5/11ના ખીમજીભાઈ અને પચાણભાઈ નામના બે વ્યક્તિઓ બાઈક પર ગોડપર-દહીંસરા માર્ગ પરથી જઈ રહ્યા હતા તે દરમ્યાન રાતના સમયે બાઈક સ્લિપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં બન્ને ઘાયલ થયા હતા. સર્જાયેલ અકસ્માતમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા 51 વર્ષીય ખીમજીભાઈને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.