દબડામાં એક રહેણાક મકાનમાંથી 9.30 લાખના દાગીનાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોધાઈ

copy image

અંજાર ખાતે આવેલ દબડામાં એક રહેણાક મકાનમાંથી 9.30 લાખની માલ મત્તાની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકાનાં દબડામાં આવેલ મફતનગર વિસ્તારમાં રહેતા એક દંપતીના ઘરમાં તસ્કરોએ ખાતર નાખ્યું હતું. આ બનાવ અંગે ડોસાભાઈ દેવરાજ ગઢવી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આ રહેણાક મકાનમાં ફરિયાદી અને તેમના પત્ની આશાબેન રહે છે. આ નિ:સંતાન દંપતીએ પાંચ – છ માસ પૂર્વે ઘરના કબાટમાં ખાનામાં પોતાના દાગીના લોક કરી રાખ્યા હતા. હાલમાં દિવાળીનો તહેવાર આવતાં આ પ્રસંગે દંપતીને ઘરેણાં પહેરવા હોવાથી તા. 31/10ના કબાટના ખાના ખોલી તપાસ કરાતાં દાગીના હાજર મળ્યા ન હતા. જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીના ઘરમાથી કુલ રૂા. 9,30,000ના દાગીનાની ચોરી થયેલ છે. તેમને ઘરેણાં શોધતા કયાંય ન મળતાં તેમના ઘરે વારંવાર આવતા ઓળખીતા ઉષાબેન બાબુ પારિયાની પૂછપરછ કરાતાં તેમણે ગોળ-ગોળ જવાબ આપ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.