ગાંધીધામ ખાતે આવેલ મચ્છુનગરમાં રેલવેકર્મીનાં ઘરમાંથી 6.64 લાખની તસ્કરી ફરિયાદ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ મચ્છુનગરમાં રેલવેકર્મીનાં ઘરમાંથી 6.64 લાખની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ ખારીરોહરના સીમ વિસ્તારમાં આવેલા મચ્છુનગરમાં રેલવે કર્મચારી તથા તેમના ભાઇનાં મકાનનાં તાળાં તોડી, દરવાજા તોડી નિશાચરો અંદરથી રૂા. 6,64,000ના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેમના અન્ય ભાઇઓ એક જ વરંડામાં જુદાં જુદાં મકાનોમાં રહે છે. તેમનાં વતન ફતેહપરમાં મછુમાનું માંડલું હોવાથી તેમના ભાઇઓ, પરિવારજનો બપોરના સમયે ત્યાં જવા નીકળ્યા હતા, જ્યારે ફરિયાદી સાંજે નોકરીથી પરત ઘરે આવી બાદમાં ઘરને તાળાં મારી વતન જવા નીકળ્યા હતા. આ પરિવારજનો વતનમાં હતા, તે દરમ્યાન ફરિયાદીના ભત્રીજાએ ફોન કરી ઘરનાં તાળાં તૂટેલાં હોવાની હકીકત જણાવતા ફરિયાદી તથા તેમનો પરિવાર તુરંત ઘરે પરત આવી ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે પરત આવી ઘરની તપાસ કરવામાં આવતા નિશાચરોએ આ બે ભાઇનાં બંધ મકાનમાંથી રૂા. 6,64,000ના દાગીના પર હાથ સાફ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.