57 નગરપાલિકાની તિજોરી ખાલી : સમયસર વીજ બિલ નહીં ભરાય તો શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થવાની શકયતા

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. રાજ્યમાં નગરપાલિકાઓની એવી દશા છે કે, વીજ બિલ ભરવાના પણ ફાંફા પડી ગયા છે. જાણવા મળી રહ્યું છે કે, જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ પણ બંધ થવાની શકયતા રહેલી છે. જાણવા મળી રહયું છે કી, 57 નગરપાલિકાએ રૂ. 311 કરોડ વીજ બિલ ભર્યું નથી. જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થઈ જશે તેવી શક્યાતાઓ સર્જાઈ રહી છે. વેરાની આવક ઘટી જતાં  છેલ્લાં ઘણા વખતથી નગરપાલિકાઓ આર્થિક પરિસ્થિતી ડામાડોળ બની ચૂકી છે. પાણી સહિત વિવિધ વેરો વસૂલવામાં પાલિકાનું તંત્ર કડકાઈ દાખવતું નથી તેનું કારણ એ છે કે, ચૂંટાયેલી પાંખના જનપ્રતિનીધિ વેરા માટે પઠાણી ઉઘરાણી કરતાં રોકે છે. આ જોતાં પાલિકા માટે આવકનું કોઈ સ્ત્રોત નથી. મહત્ત્વની વાત એ છેકે, વેરાની રકમ વધારવા માટે પણ સૂચન કરાયું છે પણ ચૂંટણીઓને પગલે આ વાત સરકાર ખુદ અમલ કરવાના મતમાં નથી.